આજકાલ માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટના સાંભળી હતી. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સ્પીડમાં આવતી કાર બેકાબુ થઇને રોડની બાજુમાં ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતના પગલે ત્રણેય લોકો એ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કારની સ્પીડ ખૂબ જ વધારે હોવાના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. અકસ્માતના કારણે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મહારાજગંજમાં બની હતી. મળતી માહિતી અનુસાર સ્વીફ્ટ કારમાં સવાર થઈને કેટલાક લોકો જાન માં હાજરી આપવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા વાહનની લાઈટ સ્વીફ્ટ કાર ચાલકની આંખમાં પડતા કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો.
આ કારણોસર કાર બેકાબુ થઇ ને રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઇને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર 5 લોકોમાંથી ત્રણ લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા હતા. જયારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય રામકિશુન, 30 વર્ષની નિરાજ અને 23 વર્ષીય શ્રાવણનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. બાકી અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment