ખેડૂતની દીકરીની મહેનત રંગ લાવી…! દીકરીએ દિવસ-રાત મહેનત કરીને ધોરણ-12માં 99.81 ટકા લાવી અને હવે આ ફિલ્ડમાં આગળ વધશે…

Published on: 3:54 pm, Mon, 6 June 22

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, ત્યારે આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું કે જેણે મહેનત કરીને સફળતા મેળવી છે. વાત કરીશું તો ધાંગધ્રા તાલુકાના સોલડી ગામમાં એક ખેડૂતની દીકરી કે જેણે આર.સી સ્કૂલમાં અભ્યાસ કરીને 99.81 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે આ ખેડૂતની દીકરી ખુશી પટેલ પરિવારમાં અનેરી ખુશી જોવા મળી.

વાત કરીશું તો આ ખુશી પટેલ ના પિતા ખેડૂત છે.ખુશીના આત્મવિશ્વાસને દાદ આપવો જોઈએ કેમ કે હજુ તો ધોરણ 12 નું પરિણામ આવ્યું ન હતું એની પહેલાં જ તેણે સીએ ની પરીક્ષા આપવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.એનો આત્મવિશ્વાસ તેને ખરેખર તેના શિખરો પાર કરાવશે એવું પણ કહી શકાય. આપણે જાણીએ છીએ કે રાજ્યમાં 4.20 લાખ વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આપી હતી.

જેમાં કુલ 2.91લાખની વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને આ વખતે રાજ્યમાં કુલ 84.61 ટકા પરિણામ આવ્યું છે. આપણે સૌ એ મહામારી થી પરિચિત છીએ કે કોરોના મહામારી પછી બે વર્ષ પછી કહીએ તો આ ઓફલાઈન પરીક્ષા યોજાઇ હતી. જેમાં ઘણા લોકોએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના લક્ષ્યાંક પુરા કરીને સફળતા મેળવી છે.

ત્યારે આ વર્ષે વાત કરીએ તો સૌથી વધુ રીઝલ્ટ ડાંગ જિલ્લાનું આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં વાત કરીશું તો 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે સફળતા મેળવી છે. એમાંની જ એક ગાંધીનગરની કડી કેમ્પસમાં આવેલી આર સી સ્કૂલ વિદ્યાર્થી કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.

તેની ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ ખુશી પટેલને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે તે હાલ અમદાવાદની ઇન્સ્ટિટયૂટ માંથી CA ના ક્લાસ કરી રહી છે અને તેને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે CA નો ક્લાસ પૂર્ણ કરીને સીએ બનશે.

ત્યારે ખુશી પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરતાં કહ્યું હતું કે મારું મૂળ વતન ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ છે અને તેના પિતા ખેડૂત છે. એક સામાન્ય પરિવારમાંથી આવે છે જેણે પોતાની મહેનતથી એ વન ગ્રેડ લાવીને માતા-પિતાનું નામ રોશન કર્યું.

અભ્યાસ એક મહત્વની બાબત હોવાથી કોરોના કાળમાં પણ શાળા તરફથી ઓનલાઇન શિક્ષણ આપીને વિદ્યાર્થીઓને પુરેપુરી તૈયારીઓ કરવામાં આવી હતી. ખુશી પટેલે જણાવ્યું હતું કે તે નિયમિત રીતે છ કલાકનું વાંચન કરતી હતી અને તેનાથી જ તેની સફળતા મળી છે.તેનું કહેવું એ છે કે પરીક્ષામાં સફળતા હાંસલ કરવા મીડિયાથી દૂર રહેવું જોઈએ જેનાથી અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!