પાંચ એપ્રિલ 1997 ના રોજ દુબઈના સારજહા ના રણમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલ સંકલ્પ ગઈકાલે પૂર્ણ થયો છે. વિશાળ શિખર બંધ મંદિર બનીને અબુધાબી ની અંદર તૈયાર થઈ ગયું છે. ગઈકાલે મહંત સ્વામી મહારાજને તત્કાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ત્યારે આ મંદિરના નિર્માણના મહત્વના ઘટનાક્રમ અને વિશેષતા વિશે આજે અમે તમને જણાવવાના છીએ.જગતના અગ્રણી મુસ્લિમ દેશ અબુધાબીમાં 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું હિન્દુ મંદિર હવે ખુલ્લુ મુકાઇ ગયું છે. વસંત પંચમીના અવસરે સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ ના હિન્દુ મંદિરનું લોકાપર્ણ ગઈકાલે થયું હતું.
77 ટકા થી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં આવડું મોટું હિન્દુ મંદિરે કોમી સંવાદિતાનું સૌથી મોટી ઘટના ગણી શકાય.આ મંદિર 70000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે અને સાથે જ પશ્ચિમ એશિયાનું સૌથી પહેલું હિન્દુ મંદિર છે. વર્ષ 2015 થી આ મંદિરનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે
અને 1000 વર્ષ સુધી અડીખમ રહી શકે તેવા બીએપીએસ દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને ભવ્ય ઈમારતને તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં કલાકારો મજૂરો અને એન્જીનીયરોએ સાથે મળીને કામ કર્યું છે.
મંદિરની ખાસિયત એવી છે કે અબુધાબીથી માત્ર 50 કિલોમીટર જ દૂર છે અને આ મંદિરને 1000 વર્ષ સુધી કંઈ નુકસાન ન થાય તેવી બનાવવામાં આવ્યું છે. ત્યારે તમામ સનાતનીઓ માટે આ ગર્વની વાત છે કે જે ભૂમિ પર હિન્દુ મંદિરનું નામ ન લેવાય તે આપણું આખું હિન્દુ મંદિર તૈયાર થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment