પંજાબ સરકારે જાહેર કરેલા આદેશ પ્રમાણે, દિવાળી અને ગુરુ પર્વ નિમિત્તે માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની છૂટછાટ આપવામાં આવી છે. ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકાર દ્વારા ફટાકડા ને લઈને માર્ગદર્શિકામાં નિર્દેશ કરવામાં આવ્યા છે કે
દિવાળી અને ગુરુપર્વ પર રાતે 08 વાગ્યા થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા ની મંજૂરી છે. સુબે કી મંડી ગોબિંડગઢ અને જાલંધર માં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા ની મંજૂરી આપવામાં આવી નથી.આ પહેલા ચંડીગઢ, દિલ્હી અને હરિયાણામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
ચંડીગઢ માં આ વખતે પણ લોકો દિવાળી પર ફટાકડા ફોડી શકશે નહિ. ચંદીગઢપ્રશાસને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ ચંડીગઢ કેકર્સ ડીલર્સ એસોસિયેશને ડીસી મનદીપ સિંહ બ્રારને ફટાકડા ના વેચાણ અને ઉપયોગ ની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લી વખત દિવાળીના દિવસો પહેલા ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.જોકે છેલ્લી વખત મોહાલી અને પંચકુલામાં ફટાકડા વેચવામાં આવ્યા હતા.
ગત વર્ષ પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે મોહાલી અને પંચકુલા માં ફટાકડા ફોડવામાં આવશે તો માત્ર ચંડીગઢ માં જ તેના પર પ્રતિબંધ મૂકવાનો શું ફાયદો છે. વહીવટીતંત્ર આ દલીલ સ્વીકારી ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment