સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામ બાદ કોંગ્રેસ ના બે દિગ્ગજ નેતાઓના રાજીનામા ને લઈને જાણો મુખ્યમંત્રી રૂપાણીએ શું કીધું?

119

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ગુજરાત કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પોતાનાં રાજીનામાં આપ્યા છે. હાઈ કમાન્ડ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

અને આ અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામ બાદ કોંગ્રેસના બે નેતાઓ રાજીનામાં આપવા પડ્યા છે તેને ખૂબ જ દુઃખ છે અને આ બંને નેતાઓ મારા મિત્ર છે. રાજકીય બાબત જે હોય તે.

તેમના રાજીનામાથી દુઃખ થાય તે સ્વાભાવિક છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે પરિણામો જ એવા આવ્યા કે તેમની પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો.ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો અને 75 નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો.આ ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો તેને પગલે કોંગ્રેસના બે નેતાઓ એટલે કે પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું ધર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!