વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના રાજીનામાં બાદ હવે આ પદ માટે શરૂ થઈ ખેંચતાણ, જાણો.

176

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખરાબ પરિણામો આવતા વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બંને લોકોએ પોતાની રાજીનામું હાઇ કમાન્ડ ને આપ્યા બાદ તેઓના રાજીનામાં હાઈ કમાન્ડે સ્વીકારી લીધા છે.

કોંગ્રેસના નવા વિપક્ષી નેતાઓને લઈને આગામી દિવસોમાં તમામ ધારાસભ્યોનો અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ને આ પ્રક્રિયા પહેલા જ કેટલાક નેતાઓએ વિપક્ષી નેતાપદ માટે પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે.કેટલાક આદિવાસી ધારાસભ્યની મીટીંગ મળી હતી.

જેમાં આદિવાસી સમાજને પક્ષ નેતા પદ મળે તેવો અવાજ ઉઠયો છે. જોકે બેઠક અંગે સત્તાવાર સમર્થન મળ્યું ન હતું અને સૂત્રો કહે છે કે કોંગ્રેસમાં નવા વિપક્ષ નેતા પદને લઈને અત્યારથી અંદરોઅંદર જોરદાર ખેંચતાણ જામી છે.આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોનો અભિપ્રાય લેવામાં આવશે.

અને પ્રભારી રાજીવ સાતવ અને અન્ય આગેવાનો ધારાસભ્યોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ધારાસભ્ય સાથે ચર્ચા-વિચારણા બાદ જે નામ સામે આવશે તે નામ હાઇ કમાંન્ડ ને આપવામાં આવશે. કોંગ્રેસમાં જ ગણાય છે કે કેટલાક ધારાસભ્યો ભાજપ સામે ગોઠવણ ધરાવે છે. આવા ધારાસભ્યો પણ વિપક્ષી નેતાપદ માટે રેસમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!