મહામારીની બીજી લહેર માં સોના ચાંદીના ભાવ પણ વધ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. સોનામાં જૂન ની ફ્યુચર ટ્રેન્ડ 58.00 રૂપિયાની તેજી સાથે 47809 રૂપિયા થયું છે જ્યારે ચાંદી 72149 રૂપિયા ના સ્તર પર પહોંચી છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં વાત કરવામાં આવે તો અમેરિકામાં સોનાનો કારોબાર 17.60 ડોલરની તેજી સાથે 1835 ડોલર પ્રતિ ઓસ ચાલી રહ્યો છે.ચાંદી પણ 0.38 ડોલર ની તેજી સાથે 27.67 ડોલરના સ્તર પર છે.
24 કેરેટ સોનાના આજના ભાવ ની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 50000 પ્રતિ 10 ગ્રામ છે અને ચેન્નઈમાં 49220 રૂપિયા છે. સોનાના ભાવ અંગે એક્સપર્ટ જણાવ્યું કે જો ડોલરમાં આવી જ રીતે ઘટાડો રહ્યો.
તો 10 ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળશે. સોનાના ભાવમાં 49500 થી 50000 સુધીનો વધારો જોવા મળી શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં સોનાના ભાવ 1500 થી 1800 સુધી વધી શકે છે.
જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઇચ્છો છો તો આ માટે સરકાર તરફથી એક એપ બનાવવામાં આવી છે. BIS CARE APP થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે.
આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાન નું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય.
તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવા ની જાણકારી મળી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment