પ્રધાનમંત્રી મોદીએ ચાર મુખ્યમંત્રીઓને કર્યો ફોન અને આપી આ મોટી ખાતરી.

81

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ને ફોન કરીને હાલની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. છેલ્લા કેટલાક દિવસથી પ્રધાનમંત્રી મોદી સતત રાજ્યના મુખ્યમંત્રીઓને વાત કરીને હાલની પરિસ્થિતિ ની માહિતી મેળવી રહ્યા છે.

રવિવારે પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવત ને ફોન કરી તેમના રાજ્યોને હાલ ની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

પ્રધાનમંત્રી ચાર મુખ્ય મંત્રી પાસેથી હાલની સ્થિતિ, દર્દીઓની સંખ્યા, સારવાર ની હાલત તથા ઓક્સિજનની સ્થિતિ વિશે પૂછ્યું હતું.ચાર રાજ્યના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રી ને વેકસીનેશન અભિયાન અંગે માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવવા રાજ્યને વેક્સિનનો સપ્લાય વધારવાનો આગ્રહ કર્યો છે.

મુખ્યમંત્રીઓની આ વિનંતીને પ્રધાનમંત્રીએ માથે ચડાવી હતી અને તેમને ઘટતું કરવાની ખાતરી આપી હતી. આ પહેલા શનિવારે પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરે.

તમિલનાડુના મુખ્યમંત્રી તથા એમપી ના મુખ્યમંત્રી તથા હિમાચલના મુખ્યમંત્રી સાથે અલગ અલગ ફોન કર્યો અને તેમના રાજ્યોના હાલ જાણ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!