મહામારી ના કપરા સમય વચ્ચે 13 વિપક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રી પાસે કરી ખાસ માંગ, જાણો.

વેક્સીનેશનને લઈને 13 વિપક્ષી પાર્ટીના પ્રમુખ નેતાઓએ પીએમ મોદી ની પાસે વેક્સિનેશન ફ્રી મા કરવાની માંગણી કરી છે.13 વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને પ્રધાનમંત્રી મોદી પાસે માંગણી કરતાં કહ્યું છે કે દેશની જનતાને ફી માં વેક્સિન આપવામાં આવે.

આ 13 પાર્ટીના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે દેશમાં વકરી રહેલી સ્થિતિ ને લઈને જલ્દી દેશની જનતાને વેક્સિન આપવાની જરૂર છે. આ દળોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દેશમાં ફ્રી માં વેક્સિનેશન કાર્યક્રમ લાગુ કર્યા.

અને સાથે લોકોને જલ્દી જ વેક્સિન મળી રહે. તેનાથી આ રોગચાળાની લડાઈમાં ઝડપ આવશે. અને ધનમાં કહેવાયું છે કે અમે લોકો કેન્દ્ર સરકાર ની પાસે માંગ કરીએ છીએ.

કે દેશમાં ફ્રી માં જલ્દી જ વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવે. દેશમાં ફ્રી વેક્સિનેશન માટે 35000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવે.

આ નિવેદનમાં 13 પાર્ટીના અધ્યક્ષ માં કોંગ્રેસના સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ડીએમકે નેતા એમકે સ્ટાલિન.

બીએસપી ચીફ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપીના પ્રમુખ શરદ પવાર અને સીપીઆઈ મહાસચિવ ડી રાજા અને સિપીએમ મહાસચિવ સીતારામ યેચુરીની તરફથી કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*