ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પેટ્રોલ-ડીઝલની ચૂકવવી પડશે આટલી કિંમત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ભડકો.

Published on: 10:06 am, Mon, 3 May 21

વૈશ્વિક બજારમાં ફૂડ ઓઈલ મોંઘું થતાં ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જોકે કેટલો વધારો કરાશે તે અંગે કોઈ ફોડ પડાયો નથી.સરકારી સૂત્રો ના જણાવ્યાનુસાર 2 મે ના દિવસે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે.

એટલે હવે ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે.આ દરમિયાન સરકારે જેટ ફ્યુઅલ માં ભાવમાં 6.7 ટકાનો વધારો ઝીંકી દીધો છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ થયેલી ખોટ ની ભરપાઈ કરવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કવાર 2-3 રૂપિયાનો વધારો કરવાનું વિચારી રહી છે.

મે ના પહેલા અઠવાડિયામાં પહેલા તબક્કાવાર વધારા માટે તૈયાર રહેવું પડશે.ફેબ્રુઆરી 27 પછી આ બંને ઈંધણ ના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

ડીઝલ અને પેટ્રોલના ભાવ સતત 17 દિવસથી એક સ્તરે ચાલી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં સુધારો કરવામાં આવી શકે છે.

એક અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસથી ભાવ સતત વધી રહ્યા છે આ સમય દરમિયાન દુબઈમાં ફૂડ ઓઇલ પ્રતિ બેરલ 2.91 ડોલર જેટલું મોંઘું થઈ ગયું છે.

પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવ માં અનુક્રમે 60 ટકા અને 54 ટકા કેન્દ્ર અને રાજ્ય કક્ષાના કરવેરાના હોય છે. ભારતમાં મહામારીની બીજી લહેરથી પેટ્રોલિયમ માર્ગ પર અસર થવાની સંભાવના હોવા.

છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ તેલ વધી રહ્યું છે અને તેની કિંમત વધવા પાછળ અમેરિકાની મજબૂત માંગ અને ડોલર ની નબળાઈ જવાબદાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પેટ્રોલ-ડીઝલની ચૂકવવી પડશે આટલી કિંમત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ભડકો."

Leave a comment

Your email address will not be published.


*