મહિસાગર જિલ્લાના કાનેસર ગામ ના દુર્લભ બીમારીથી પીડાતા માસૂમ બાળક ધૈર્યરાજસિંહ ને હવે નવું જીવન મળશે.16 કરોડ રૂપિયાનું ઇજેક્શન અમેરિકાથી આવી ગયું છે જે બાદ ગઈકાલે મુંબઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલુ રહી છે.
જ્યાં આજરોજ ધૈર્યરાજસિંહ ને આ મોંઘું ઇન્જેક્શન આપવામાં આવશે. રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજસિંહ ની ઉંમર માત્ર ત્રણ મહિનાની છે અને બાળક તંદુરસ્ત છે.
પરંતુ જન્મના દોઢ મહિનામાં શારીરિક પરિવર્તન જોતા દુર્લભ બીમારી ના લક્ષણો જાણવા મળ્યા. ધૈર્યરાજસિંહ ને એસએમએ નામની એક દુર્લભ બિમારી છે.
અને આ બીમારીની ભારતમાં સારવાર શક્ય નથી અને તેની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવુ પડે છે. આ ઇન્જેક્શન ની કિંમત આપણે સૌ જાણીએ છીએ કે 22 કરોડ રૂપિયા છે.
અને આટલું જ નહીં તેના પર છ કરોડ રૂપિયાનો ટેક્સ લાગે છે અને તેને બાદ કરતા આ ઇન્જેક્શન ધૈર્યરાજસિંહ માટે 16 કરોડ માં પડ્યું છે. મધ્યમવર્ગીય પરિવારના બાળક માટે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મદદ ના હાથ ઉઠવા લાગ્યા હતા.
રાજદીપ સિંહ રાઠોડે ધૈર્યરાજસિંહ માટે ઈમ્પેકટ ગુરુ નામના એનજીઓ માં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરી હતી અને પૂરતું ફંડ એકઠું થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment