મહાનગરોમાં કોરોના ના કેસમાં તેજ ગતિથી વધારો થઈ રહ્યો છે.વિદ્યાર્થીઓ શાળાએ જતા ડરી રહ્યા છે તેવામાં હવે શાળા પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શાળાઓમાં પરીક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે.
ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવી પડશે.વિદ્યાર્થીઓ ની પરીક્ષા ની તારીખ પણ જાહેર થઈ છે.19 માર્ચ થી 27 માર્ચ સુધી ની પરીક્ષા યોજાશે.આ સાથે કન્ટેન્મેન્ટ ઝોન ના વિદ્યાર્થીઓ માટે સરકારે અલગ નિયમ જાહેર કર્યા છે.
જે વિદ્યાર્થીઓ કન્ટેન્મેન્ટ ઝોન માં રહે છે.તેમને પાછળથી પરીક્ષા આપવી પડશે.કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય તેવી શાળાઓમાં પાછળ થી પરીક્ષા નું આયોજન કરાશે.જોકે,એક તરફ વાલીઓ દ્વારા શાળા બંધ કરાવવાની રજૂઆત કરાઈ છે.
તેવા સમયે સરકાર પરીક્ષા નું આયોજન કરાશે.તો સરકારે એક કારણ આંતરિક મૂલ્યાંકન પણ દર્શાવ્યું છે.કોરોના મહામારી અને લોકડાઉન કારણે શૈક્ષણિક કાર્ય પર સૌથી મોટી અસર પડી હતી.
જોકે કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા તબક્કાવાર ફરી શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસિસ શરૂ થઈ રહ્યો હતો.જોકે કોરોના કરી મોટું સ્વરૂપ ધારણ કરતાં.
ફરી ઓફલાઈન શિક્ષણ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ માં ઝડપી વધારો થઈ રહ્યો છે અને જો કે પરીક્ષા મામલે સરકારે સ્પષ્ટતા કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment