મમતા બેનરજીએ ચૂંટણી ને લઇને બંગાળ ની જનતાને આપ્યા આ વચનો, જાણો.

113

બંગાળ માં આજરોજ મુખ્યમંત્રી મમતા બેનરજીએ TMC ને લઈને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.મુખ્યમંત્રી એ પોતાના 10 વર્ષ ના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાતા કહ્યુ કે,100 દિવસના કામમાં બંગાળ દેશમાં નંબર 1 છે. ટીએમસી સરકારે જે કામ કર્યું તેના સમગ્ર દુનિયાએ વખાણ કર્યા છે.

47 લાખ પરિવાર ને નલ થી જલ પાણી પહોંચાડવામાં આવી છે.રાજ્યમાં 1.5 કરોડ લોકોને ફ્રી માં રાશન આપવામાં આવ્યું છે.તેઓએ કહ્યુ કે અમે બેરોજગારી ને ઘટાડિશું.એક વર્ષમાં પાંચ લાખ નોકરીની તકો ઊભી કરીશું.

મમતા બેનરજીએ કહ્યુ કે, ડોર સ્ટેપ ડિલિવરી ની શરૂઆત થશે.તેમને કહ્યુ કે,કન્યાશ્રી,રૂપાશ્રી,સ્વાસ્થય સાથી યોજનાઓને શરૂ રાખવામાં આવશે.સામાન્ય કેટેગરીને દરેક પરિવારને દરેક મહિને 500 રૂપિયા.

અનુસૂચિત જાતિ અને સબ કાસ્ટ ના પરિવારો ને 1 હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે.વિધવા મહિલાઓને 1 મે થી એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે.મમતા બેનરજીએ કહ્યુ કે.

દર વર્ષે ચાર મહિના દુઆરે સરકાર યોજના ચાલતી રહેશે.રાજ્યના દરેક પરિવાર ની લઘુતમ આવક સુનિશ્ચિત કરવામાં આવશે.

અને છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં લોકોની કમાણી બે ગણી થઈ છે.તેઓએ કહ્યુ કે,વિદ્યાર્થી ઓ માટે ક્રેડિટ કાર્ડ લાવવામાં આવશે 68 લાખ ખેડૂતોને મદદ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!