ધોરણ 10-12 વિદ્યાર્થીઓને લઈને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય, જાણો.

ગાંધીનગરથી ધોરણ10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.8 મહાનગર પાલિકા વિસ્તારની શાળામાં પરીક્ષા નહીં યોજાય.15 થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજવામા નહિ આવે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.

કન્ટેન્મેન્ટ ઝોન માં આવતા વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે.કન્ટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ DEO ની મંજૂરી લેવી પડશે. પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે.

ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગે નવા આદેશ આપ્યા છે. પહેલા ગુજરાત બોર્ડ 15 થી 17 એપ્રિલ સુધી ધોરણ 10ની મરજીયાત વિષયોની થિયરી અને પ્રેક્ટિકલ ની પરીક્ષા શાળા કક્ષાએ લેવા સૂચના આપી હતી.

કોરોના ના પગલે 8 મહાનગરોમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને અન્ય શહેરો ગામોમાં હવે 15 થી 17 એપ્રિલ ને બદલે 15 થી 30 એપ્રિલ સુધી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મુતયુ થયા છે.ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.

ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*