કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજકોટ માં રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત.

324

રાજકોટ શહેરમાં કોરોના ની સ્થિતિ અત્યંત ગંભીર બની છે ત્યારે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ રાજકોટ દોડી આવ્યા હતા. અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી આગામી પાંચથી છ દિવસમાં કોરોના ની ગંભીર સ્થિતિને કાબૂમાં લેવાનો પ્લાન તૈયાર કર્યો હતો.

મુખ્યમંત્રી રાજકોટમાં શનિવારે આરટીપીસીઆર ટેસ્ટ માટે વધુ એક મશીન ફાળવવા સહિત 6631 બેડ ઉભા કરવાની મોટી જાહેરાત કરી છે.એક્શન પ્લાન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે.

રાજકોટમાં આગામી દિવસોમાં 6631 બેડ તાત્કાલિક ઉભા કરવામાં આવશે. હાલમાં 4293 બેડ પૈકી 2535 ભરેલા છે અને 1700 આજના દિવસે ખાલી છે.

રેમડેસીવીર ની અછત અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાલના સંજોગોમાં ઇન્જેક્શનો ની થોડી અછત છે તે હકીકત છે. સરકારે રાજકોટને 15 થી 16 હજાર ઇન્જેક્શન આપી દીધા છે અને નવા 50 હજાર ઇન્જેક્શન નો ઓર્ડર આપી દેવાયો છે.

જે આગામી બે ચાર દિવસમાં ફાલવી દેવામાં આવશે.નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મુતયુ થયા છે.ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.

ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!