મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૮ બેઠકો માટે પેટા ચૂંટણીમાં નેશનલ પાર્ટીઓની સાથે સાથે કેટલીક સ્થાનિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મધ્યપ્રદેશથી ભાજપ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય બન્યા પછી મધ્યપ્રદેશના બે મંત્રી તુલસી સિલાવત અને ગોવિંદ રાજ્પુત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પોતાનું રાજીનામું આપી દીધું છે. જેને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્વીકારી રાજભવન મોકલી દીધું છે.
ઉલ્લેખનીય છે કે આ બંને નેતા જ્યોતિરાદિત્ય સિંધિની સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા અને આ સાથે જ આ વખતે પેટા ચૂંટણી પણ લડી રહ્યા છે.ખરેખર તો બંધારણીય જોગવાઈ છે કે કોઈપણ મંત્રી વિધાનસભાના સભ્ય બન્યા વગર છ મહિનાથી વધારે સમય સુધી મંત્રી પદ પર રહી શકતો નથી.
એવામાં આ પ્રક્રિયાના કારણે બન્ને નેતાઓએ પોતાના રાજીનામા આપવા પડ્યા. પેટાચૂંટણી વાત કરીએ તો સાંવેર વિધાનસભા પેટાચૂંટણીમાં મુકાબલો ભાજપના તુલસીરામ અને કોંગ્રેસના પ્રેમચંદ વચ્ચે છે. હાલમાં જલ સંસાધન મંત્રી તુલસી સિલાવતે ઉમેદવારી નોંધાવી.
પછીના દિવસે ગુરૂવારના રોજ પ્રેમચંદ નામાંકન દાખલ કર્યો.બંને નામાંકન ની સાથે પોતાનું આવકનું એફિડેવિટ પણ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment