ગુજરાતીઓ ફરી એકવાર રહેજો તૈયાર, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Published on: 4:05 pm, Wed, 21 October 20

ગુજરાતમાં મેઘરાજાની મહેર ની જગ્યાએ કહે જોવા મળી રહી છે. આ વર્ષે રાજ્યમાં કુલ સરેરાશ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ વરસાદી વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર.

આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દ્વારકા,ભાવનગર,મોરબીમાં વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરત,વલસાડ અને ભરૂચ માં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે સુરત અને અમદાવાદમાં વરસાદનું પ્રમાણ વધારે હતું.

આ વર્ષે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તેથી આ ખેડૂત માટે ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતીઓ ફરી એકવાર રહેજો તૈયાર, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*