ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો વધ્યો છે.આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર છે.
અમદાવાદમાં ઠંડીનો પારો 13.3 ડિગ્રી પર પહોંચ્યો છે તો નલિયા અને વલસાડમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટ અને વડોદરામાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી રહો છે તો ભાવનગર માં 14.6 અને ભુજમાં 15.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.
સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહો છે અને એકંદરે હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યુ છે ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે ત્રણ દિવસમાં ઠંડીનો પારો બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી વ્યકત કરી છે.
બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી ચારેતરફ બરફની ચાદર છવાઇ છે.
મોટાભાગના શહેરોમાં -5 ડિગ્રીથી પણ નીચે તાપમાન પહોંચી ગયું છે તો મોટાભાગના હિલ સ્ટેશનોમાં પણ ઠંડીનો પારો શૂન્યથી નીચે નોંધાયો છે.
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા બે ત્રણ દિવસમાં ઠંડીનો પારો ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા આગામી સમયમાં ઠંડી ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment