કોંગ્રેસ અને પાસ થયું આમને-સામને,જાણો અલ્પેશ કંથારિયા એ હાર્દિક પટેલને શું ન કરવા કહ્યુ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ ને ફટકો પડ્યો છે.સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ કોંગ્રેસથી નારાજ થયું છે અને પાસ ના નેતા અલ્પેશ કંથારિયા એ કોંગ્રેસની સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે અને હાર્દિક ને પણ સુરતમાં આવીને સભા ન કરવા જણાવ્યું છે.

અલ્પેશ કંથેરીયા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે,હાર્દિક અત્યારે અમદાવાદ અને ગાંધીનગર છે એટલે મેં તેની સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. તેમને અમે વિનંતી કરીશું કે તે સુરતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ન આવે.

સુરત કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ ને સારા વ્યક્તિની જરૂર નથી અને સમાજ માટે લડતા લડવૈયાઓની જરૂર નથી.અલ્પેશ કંથારિયા વધુમાં કહ્યું હતું કે, ભાજપને પોતાના ઉમેદવારો માં ખેંચાખેંચી છે તો અમને ક્યાં સમર્થન આપશે.

એ પણ ન્યાય નથી આપી શકતી. અમારે ભાજપના સમર્થનની કે અન્ય સમર્થનની જરૂર નથી.પાસ પોતાની રીતે મજબૂત છે અને અમારા નિર્ણયથી સીધો ફાયદો ભાજપને પણ થાય તો બીજી તરફ અપક્ષના લોકો પણ ખુશ છે.

અને આમ આદમી પાર્ટીના લોકો પણ ખુશ છે એટલે દરેક લોકો આમાં ખુશ છે.હાર્દિક પટેલ સાથે પણ વાતચીત થઈ અને તેને પણ કહ્યુ કે એ લોકો બેઠક કરી રહ્યા છે પરંતુ કોઈ નિર્ણય લઈ શકતું નથી.

એટલા માટે એ લોકોના નિર્ણય ફાઇનલ ન હતો પછી અમે અમારો નિર્ણય પણ જાહેર કરી દીધો છે. અમુક નેતાઓ હાર્દિકનું કોંગ્રેસમાં ચલાવવા માગતા નથી. આ બધામાં એક વાત સ્પષ્ટ છે કે,પાસ ના કોંગ્રેસને વિરોધ કરવાને કારણે ભારતીય જનતા પાર્ટી ને સીધો ફાયદો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*