હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોનાવાયરસ ને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ covid 19 ને લઈને ખૂબ વધારે પ્રમાણમાં કેસો વધી રહ્યા છે. જે બાબતે ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.જે અનુસંધાને કોરોનાવાયરસ ના સંક્રમણ ને ધ્યાનમાં લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસનો ફેલાતો અટકાવવા માટે નીચે મુજબ જણાવેલ વિગત સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે જેમાં ઉલ્લેખનીય છે કે જાહેર અથવા ખાનગી વિસ્તારમાં તારીખ 15 થી 29 સુધી પરવાનગી વગર સંયુક્ત હેતુથી જાહેર જગ્યા ઉપર ચાર કે છે કરતાં વધારે માણસને ભેગા થવું નહીં તેમજ કોઇ સભા ભરવી કે બોલાવી નહિ તથા અભદ્ર ભાષા વાપરવી નહીં કે કોઈપણ દ્વિઅર્થી શબ્દો કે જેના બે અર્થ થતા હોય તેમ જ ઇરાદાપૂર્વક ઉશ્કેરણી જનક શબ્દો વાપરવા નહીં જેનાથી આજના લોકોની લાગણી દુભાય તેમ જ કોઈપણ જાતના સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સુરત કમિશનર દ્વારા જાહેરનામું કોરોના સંક્રમણ ને અટકાવવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જો આ જાહેરનામાનો કોઈપણ ગેરકાયદેસર રીતે ભંગ કરશે તો તેના વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Be the first to comment