કેન્દ્રની મોદી સરકારે ચાલુ ખરીફ સત્ર માં અત્યાર સુધીમાં msp પર 70 લાખથી વધુ ખેડૂતો પાસેથી 531.22 લાખ ટન ની ખરીદી કરી છે. સરકારે આ ખરીદી એક લાખ કરોડ રૂપિયાથી વધુ મા કરી છે. સરકાર એવા સમયે અનાજની ખરીદી કરી છે જ્યારે દિલ્હી બોર્ડર પર.
ખેડૂતો ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.એક સત્તાવાર નિવેદનમાં ચાલુ ખરીફ સત્રમાં 2020-21 માં સરકાર msp પર ખેડૂતો પાસેથી ખરીદી કરી છે,8 જાન્યુઆરી સુધી અનાજની ખરીદી 531.22 ટન રહી છે. આ એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 26 ટકા વધુ છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 70.35 લાખ ખેડૂતોને હાલની આ ખરીદ સત્ર ની ખરીદી નો લાભ મળ્યો છે.એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 8 જાન્યુઆરી સુધી 24063.30 કરોડ રૂપિયામાં કપાસની 82,19,567 ગણ ગાછડીની ખરીદી કરવામાં આવી છે.
તેનાથી 16,00,518 ખેડૂતોને લાભ થયો છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો દિલ્હીની સરહદ એક મહિના કરતાં વધુ સમયથી દેખાવોને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.સરકાર સાથેના આઠમા તબક્કાની ચર્ચા શુક્રવારે યોજાયેલી પણ.
તેમાં પણ કોઈ નિવેડો આવ્યો નથી, આગામી બેઠક 15 જાન્યુઆરીના રોજ યોજાવાની છે.કૃષિ કાયદાના વિરોધ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે 70 લાખ ખેડૂતો માટે લીધો ફાયદાજનક નિર્ણય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment