ઉત્તરાયણના તહેવાર માં અમદાવાદીઓ જો આ ભૂલ કરી તો થશે મોટી કાર્યવાહી, અમદાવાદ CP નું જાહેરનામું

Published on: 10:58 am, Sun, 10 January 21

કોરોના મહામારી વચ્ચે તહેવારોની મજા મરી ગઇ છે અને સાવધાની રાખવા માટે લોકો જે પહેલા છુટ થી તહેવારો ઉજવતા હતા તેની જગ્યાએ હવે થોડુંક અંકુશ સાથે તહેવારો ઉજવે છે. કોરોના એ ઘણું બધું બદલી દીધું છે અને તેમાંથી તહેવારો પણ બાકાત રહી શક્યા નથી.

ખૂબ જ નજીક ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ CP એ જાહેરનામું બહાર પાડ્યું છે અને તે જાહેરનામા પ્રમાણે તમારા ધાબા પર બહારના વ્યક્તિઓ ને પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત માસ્ક વગર પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને સાથે જ સામાજિક અંતર અને સેનીટાઇઝર રાખવું પડશે. જાહેરનામાના ઉલ્લંઘન બદલ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામા પ્રમાણે ધાબા પર સોસાયટીના રહીશો સિવાય બહારના લોકોને પ્રવેશ આપવા પર સોસાયટીના ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધાબા પર કે મકાન પર માસ્ક પહેર્યા વગર પતંગ ચગાવતા પકડાશે તો પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામા પ્રમાણે ધાબા પર સોસાયટીના રહીશો સિવાય બહારના લોકોને પ્રવેશ આપવા પર સોસાયટીના ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધાબા પર કે મકાન પર માસ્ક પહેર્યા વગર પતંગ ચગાવતા પકડાશે તો પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!