ગોપાલ ઇટાલીયા ના વિરોધ અંગે ઈશુદાન ગઢવીએ શા માટે માંગી માફી, જાણો વિગતે

Published on: 6:06 pm, Sat, 3 July 21

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી પોતાનો ગઢ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. અને મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી માં જોડાવા ઈચ્છે છે. ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા નો વિરુદ્ધ બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.

ભૂતકાળમાં ગોપાલ ઇટાલીયા ના નિવેદનના કારણે બ્રાહ્મણ સમાજે આ વિરોધ કર્યો હતો. આ મુદ્દે ગોપાલ ઇટાલીયા અગાઉ બે વખત સોશિયલ મીડિયા પર માફી માંગી છે. ત્યારે આજે દ્વારકામાં ગોપાલ ઇટાલીયા વતી આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ બ્રાહ્મણ સમાજની માફી માંગી હતી.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું કે ભગવાન દ્વારકાધીશની નજર જ હું રહું છું અગાઉ પણ હું દર્શન કરવા માટે આવ્યો છું. અને આ ઉપરાંત તેમની દ્વારકા વિશે અનેક વાતો કરી ત્યારબાદ તેઓએ કહ્યું કે ગોપાલ ઇટાલીયા બે વખત માફી માંગી છે.

ત્યારે આજે હું અને ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓં અને ગોપાલ ઇટાલીયા ના જુના વિડીયો અને લઈને માફી માગું છું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે જ્યારે આપણે નાના હોવી અથવા તો આપણે જાહેરજીવનમાં ન હોય ત્યારે આવી બાબત દરેક માણસો થી થતી હોય છે.

અને માફી માંગે છે તેઓ ત્યારે ભગવાન પણ માફ કરે છે. આ ઉપરાંત ઈશુદાન ગઢવી જણાવ્યું કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક પણ સીટ ઓછી નહીં લડે, ઉપરાંત તેમને જણાવ્યું કે ત્રણ મહિના જવા દો લાખો લોકો અમારી સાથે જોડાવા માંગે છે.

અત્યારે અમે પહોંચી નથી વળતા હું લોકોને અપીલ કરું છું કે ચાર લાખથી વધારે મિસ કોલ આવી ચૂક્યા છે દરેક વ્યક્તિનો ધીમે ધીમે સંપર્ક કરવામાં આવશે. ઉપરાંત ઈશુદાન ગઢવી એ કહ્યું કે આપણે રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિને બદલવા આવ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોપાલ ઇટાલીયા ના વિરોધ અંગે ઈશુદાન ગઢવીએ શા માટે માંગી માફી, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*