આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક મહિલાના મૃત્યુ બાદ તેની અંતિમયાત્રાની મહોત્સવમાં ફેરવીને બનાવ્યો હતો. હા એ વાત સાચી છે ત્યારે જૂનાગઢના એક સોલંકી પરિવારમાં એક મહિલાના મૃત્યુ બાદ ગર્ભમાં રહેલું બાળક જીવતું હોય તેને સિઝેરિયન કરીને ડિલિવરી કરવામાં આવી ત્યારે એવામાં જ ગણતરીની મિનિટમાં એ બાળકીના પર શ્વાસ બંધાઈ ગયા અને એ મહિલાના દુઃખદ અવસાન બાદ પણ તેની પત્ની ઈચ્છા મુજબ તેના પતિએ વાંજતે ગાજતે અંતિમયાત્રા કાઢી.
વિસ્તૃતમાં જણાવીશું જુનાગઢ મા સોલંકી પરિવારમાં જેમાં મયુરભાઈ સોલંકીના પુત્રવધુ અને શ્રીનાથભાઈના પત્ની એવા મોનિકાબેન દુઃખદ અવસાન થઈ જતાની સાથે તેના પત્નીની ઈચ્છા હતી કે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે અને એવી જ રીતે સમગ્ર પરિવારે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી. એટલું જ નહીં પરંતુ મોનિકાબેન ના અવસાન બાદ તેમણે ચક્ષુદાન કરીને એક માનવતા પણ મહેક આવી.
આ ઉપરાંત રક્તદાન કેમ પણ યોજાયો અને જેમાં કુલ 37 બોટલ રક્ત એકત્ર કર્યું. જેને મેડિકલ ની સારવાર માટે જરૂરિયાત હશે ત્યાં મોકલી આપશો.આ ઉપરાંત શ્રીનાથભાઈએ તેમના પત્ની વિશે જણાવતા કહ્યું હતું કે જ્યારે તેમના પત્ની શ્રીમંત પ્રસંગે કરીને ડિલિવરી માટે તેના પિયર ગયા હતા.
એવામાં 21 જુલાઈના રોજ તેમને અચાનક માથાનો દુખાવો ઉપડી જતાની સાથે તેમને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા. એવામાં જ તેની રસ્તામાં જ હાલત બગડી જતા ની સાથે તેને પૂરતી સારવાર પણ આપવામાં આવી. છતાં તેઓ બચી ન શક્યા અને અંતે મૃત્યુ પામ્યા.
તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરી બીજા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે એક પુણ્યનું કામ કર્યું.એટલું જ નહીં પરંતુ સમગ્ર પરિવાર દ્વારા રક્તદાનનો કેમ પણ યોજવામાં આવ્યો ત્યારે રાજકોટમાં કાર્યરત જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન એવા ઉમેશભાઈ મહેતાએ બ્લડ ડોનેશન માટેની વાત કરી કે જેમાં તરત શ્રીનાથભાઈએ હા પાડી દીધી.
સમગ્ર શોકનો માહોલ કે જે મહોત્સવ માં ફેરવાઈ ગયો હતો એવામાં જ જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ કહ્યું કે જૂનાગઢમાં પહેલીવાર બેસણામાં બ્લડ ડોનેશન થયું છે. જે ખૂબ જ સારી બાબત કહેવાય આવી જ રીતે ઘણા એવા પરિવારો જાગૃત થાય તો સમાજમાં જાગૃતતા લાવી શકાય છે અને આ કિસ્સા પરથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ કે અંગદાન એ જ મહાદાન કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment