સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટના બની હતી. પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો તેના જ પરિવારની સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટના બન્યા બાદ ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ આરોપી ફેનીલને કોર્ટે દોષિત ઠરાવ્યો હતો. ઉપરાંત ગઈકાલે આરોપી ફેનીલની સજા પર દલીલો થઈ હતી. સૌપ્રથમ કોર્ટમાં બચાવપક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
દલીલો દરમિયાન સરકાર પક્ષનું કહેવું હતું કે, વેબસીરીઝ જોઈને આરોપીએ દીકરીનો જીવ લીધો છે. ત્યારે બચાવ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, વેબસીરીઝ જોતો એટલે અટકાવી દશો? બંને પક્ષ વચ્ચે ખૂબ જ દલીલો થઈ હતી. જેથી કોર્ટે 26 એપ્રિલના રોજ સજાની તારીખ સંભવિત જાહેર કરવામાં આવી છે.
26 એપ્રિલના રોજ લગભગ આરોપીને કોર્ટ સજા સંભળાવી શકે છે. સરકારી પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, અમારો આ કેસ માત્ર વિડીયો પર આધારિત નથી. આરોપીએ ગણતરીપૂર્વક દીકરીનો જીવ લીધો છે. અને આરોપી ક્રિમિનલ માનસિકતા આવતો હતો. આરોપીએ ધારદાર વસ્તુ ખરીદવા માટે ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર કર્યો હતો.
ઓર્ડર કેન્સલ થયા બાદ તેને મોલમાંથી ધારદાર વસ્તુ ખરીદી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ જીવ લેવા માટે પહેલા રેકી પણ કરી હતી. તે દીકરીને શોધવા તેની કોલેજ પણ ગયો હતો. એટલું જ નહીં પરંતુ દીકરીની બહેનપણીને કહ્યું હતું કે, આજે ગ્રીષ્માના ઘરે જઈને કાંઈક મોટું કરવાનો છું.
આટલું જ નહી પરંતુ આ ઘટના બની તે પહેલા તેને ક્રિષ્ના નામની યુવતી સાથે પણ વાત કરી હતી, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે, આજે તેનો જીવ લઇ લેવાનો છું. સરકાર પક્ષે દલીલ કરતાં જણાવ્યું કે, દરેક વાલીયો વાલ્મિકી નથી બની શકતો. ભય વિના પ્રીત ન થાય. આ કારણોસર આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment