બાઈક પર મહેસાણા જઈ રહેલા કાકા અને ભત્રીજાને કારચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – કાકાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 11:06 am, Sat, 23 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક પરિવારની ખુશી એક જ ક્ષણમાં છીનવાઇ જતી હોય છે. ત્યારે વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના કાકા ભત્રીજા ગુરૂવારના રોજ બાઈક પર મહેસાણા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટનામાં કાકાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ભત્રીજા ને સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે કાકા અને ભત્રીજો બાઈક પર મહેસાણા જઈ રહ્યા હતા, ત્યારે બ્લીસ વોટર પાર્ક સામે એક પુરપાટ ઝડપે જતી કારણે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, કાકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રે 52 વર્ષીય સંતોષકુમાર સવજીભાઈ પટેલ અને તેમના કુટુંબી કાકા સુરેશચંદ્ર સાંકળચંદ્ર પટેલ GJ 02 BQ 2031 નંબરની બાઈક લઈને મહેસાણા જવા માટે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં GJ 27 BE 1244 નંબરના કારચાલકે કાકા ભત્રીજાની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં કાકા સુરેશચંદ્ર પટેલ ઉછળીને ડિવાઇડર સાથે અથડાયા હતા, આ કારણોસર તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ખૂબ જ ગંભીર ઇજા પહોંચવાના કારણે સુરેશચંદ્રનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ભત્રીજા સંતોષકુમારને 108ની મદદથી મહેસાણા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશચંદ્રના મૃત્યુની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક પર મહેસાણા જઈ રહેલા કાકા અને ભત્રીજાને કારચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – કાકાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*