રાજકોટમાં પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને રાજકોટમાં આવા બનાવોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટમાં પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને મૃતકની પત્ની, સાળા તેમજ સાસુ અને સસરા વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા રંગીલા સોસાયટીમાં રહેતા કિશનભાઇ દીપકભાઈ સોલંકી નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ પરિવારના લોકોએ કિશનભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારીને 108ની ટીમને આ ઘટનાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે બેભાન હાલતમાં પડેલા કિશન ભાઇને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ કુવાડવા પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરીને કિશનભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર કિશનભાઇ ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેવી પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે. છેલ્લા ઘણા સમયથી કિશનભાઇને તેની પત્ની, સાળો અને સાસુ-સસરા સહિતના લોકો ખૂબ જ પરેશાન કરતા હતા.

એટલું જ નહીં પરંતુ છૂટાછેડા આપવા માટે પણ રૂપિયાની માંગણી કરતા હતા. આ બધાથી કંટાળીને કિશનભાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*