LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો – જાણો LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ…

Published on: 3:20 pm, Wed, 1 June 22

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આજરોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજરોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ પોતાના એલપીજી સિલિન્ડરના દરમાં ઘટાડો કર્યો છે.

ઇન્ડિયન ગેસના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થયું છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ગ્રાહકોને 135 રૂપિયાની રાહત મળશે.

દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2219 રૂપિયા થઈ ગયો છે. પહેલા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2355 રૂપિયા હતો. કોલકત્તામાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2322 રૂપિયા થઈ ગયો છે. પહેલા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2454 રૂપિયા હતો.

મુંબઈમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2171.50 રૂપિયા થઈ ગયો છે. પહેલા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2306 રૂપિયા હતો. ચેન્નઈમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2373 રૂપિયા થઈ ગયો છે. પહેલા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2508 રૂપિયા હતો.

છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અનેક વખત વધારો થયો છે. મળતી માહિતી અનુસાર 1 એપ્રિલના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1 મેના રોજ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 102નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 136 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો – જાણો LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*