અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ટુંકાવાની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનાઓ જોતા હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ત્યારે હાલમાં અમદાવાદમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવનનો ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલા વ્યક્તિએ સુસાઇડ કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો અને સુસાઇડ નોટ પણ લખી હતી.

સમગ્ર અને લઈને પોલીસે સુસાઇડ નોટ અને વીડિયોના આધારે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. સરખેજ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જાદવ નામના વ્યક્તિએ 18 મી મેના રોજ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મુકેશભાઈના મૃત્યુ બાદ ફરિયાદીઓ તેમના લેબર કોન્ટ્રાક્ટ ના રૂપિયાની લેતી દેતીના હિસાબો માટેની ડાયરીમાં લખેલો હિસાબ તપાસતા હતા. આ દરમિયાન તેમને ડાયરી માંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મુકેશભાઈ પોતાના મૃત્યુ પાછળ સાળા તુલસી ચૌહાણ અને કાકા સસરા શંકર ચૌહાણ જવાબદારો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

મુકેશભાઈ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તમને તો ખબર જ છે કે બધાને ખુશ રાખવામાં જે કંઈ બનતું હોય તે બધું કર્યું છે. બધાને ખુશ રાખવામાં રાત દિવસ કામ કર્યું છે. મારી બધી ઈચ્છાઓ મારી જ છે છતાં પણ અમુક વ્યક્તિઓ ના સમજી શકે. મારા પણ છોકરાઓ છે તે તમારી બેન (કુસુમ)ને સમજાવું જોઈએ. જ્યાં સુધી હતા ત્યાં સુધી મદદ કરી જ છે. હવે નથી કરતો હતો કારણે વિનાનો ઝઘડો કરે છે અને ખોટા આરોગો નાખે છે. લખ્યું હતું કે મારા મૃત્યુ પાછળ તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ જવાબદાર છે.

વધુમાં મુકેશભાઈ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારી જે કંઈ પણ મિલકત છે, તેમાં મારી વાઈફ નો કોઈ અધિકાર નથી. જો તમે મિલકત તેને આપશો તો તે તેના ભાઈને આપી દેશે. મારી મિલકત પર મારા ભાઈ અને છોકરાઓનો અધિકાર છે. આ ઉપરાંત મુકેશભાઈએ બનાવેલો એક વિડીયો પણ મળ્યો હતો.

પોલીસે આ અંગે તપાસ કરીને બે વ્યક્તિઓની સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીઓનો આક્ષેપ છે કે, પતિ-પત્ની વચ્ચે નાની મોટી ઝઘડા થતા હતા, જેમાં બંને આરોપીઓ મુકેશભાઈને માનસિક ત્રાસ આપીને તેમના પર ખોટા આરોપ નાખતા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*