મોરબી શહેરના જાણીતા ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને યુવા નેતા પંકજ રાણસરિયા અરવિંદ કેજરીવાલ જી ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published on: 7:21 pm, Fri, 22 July 22

આમ આદમી પાર્ટી એ સમગ્ર દેશમાં પરિવર્તનની રાજનીતિ શરૂ કરી છે. દિવસેને દિવસે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના લોક કલ્યાણ માટેના કાર્યોની ગુંજ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સંભળાઈ રહી છે. આમ આદમી પાર્ટીને સતત ગુજરાતની જનતાનું મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. જેના કારણે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી ઝડપથી વિકસતી પાર્ટી બની ગઈ છે. આજે સમગ્ર ગુજરાતમાંથી દરેક સમાજ, દરેક નેતા અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ કડીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે.

અરવિંદ કેજરી વાલે 21 જુલાઈ ના રોજ સુરતમાં સમગ્ર ગુજરાતમાં લોકો માટે 300 યુનિટ મફત વિજયની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીના મોરબીના જિલ્લા પ્રમુખ વસંત ગોરસિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના જાણીતા ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને યુવા નેતા એવા પંકજભાઈ રાણસરીયા દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યો જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંકજભાઈને ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ પણ પંકજભાઈનું સ્વાગત કર્યું અને તેમને શુભેચ્છા પાઠવી હતી.

પંકજભાઈ ની વાત કરીએ તો, તેઓ એક યુવા અને ઉદ્યોગપતિ હોવાના કારણે ગુજરાતના યુવાનો અને ઉદ્યોગપતિઓની સમસ્યાઓ સારી રીતે સમજી શકે છે. પંકજભાઈ માને છે કે, માત્ર આમ આદમી પાર્ટી જ ગુજરાતના યુવાનો અને ઉદ્યોગપતિઓની સમસ્યાનો હલ કરી શકે છે. પંકજભાઈનું માનવું છે કે, આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ જીના નેતૃત્વમાં દેશમાં આશા જગાવી છે. પંકજભાઈ દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકો માટે કરાયેલા કામથી ખૂબ જ પ્રભાવિત છે.

પંકજભાઈ એ કહ્યું કે, ગુજરાત કુદરતી સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ખોટી નીતિઓના કારણે ગુજરાતની જનતાને તેનો લાભ મળી શકતો નથી. વધુમાં પંકજભાઈ એ જણાવ્યું કે, દિલ્હી રાજ્ય વીજળીનું ઉત્પાદન કરતું નથી, છતાં પણ દિલ્હીની જનતાને મફત ઉજળી આપવામાં આવી રહી છે. પંકજભાઈ નું કહેવું છે કે, ગુજરાતની સરકાર ઈચ્છે તો તે ગુજરાતની જનતાને મફત વીજળી આપી શકે છે. પરંતુ તેઓ ગુજરાતની જનતાને મફત વીજળી આપતા નથી કારણકે, ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ઈરાદાઓ ખૂબ જ ખોટા છે. પંકજભાઈ કહ્યું કે હું સંપૂર્ણ સમર્થન સાથે આમ આદમી પાર્ટીમાં સક્રિય રસ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં સખત મહેનત કરીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબી શહેરના જાણીતા ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને યુવા નેતા પંકજ રાણસરિયા અરવિંદ કેજરીવાલ જી ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા."

Leave a comment

Your email address will not be published.


*