એક ઘરમાંથી મળ્યા 4 મૃતદેહ…! પત્ની અને માસુમ દિકરી-દીકરાનો જીવ લઈને, પતિએ ગળાફાંસો ખાઈ લીધો – જાણો એવું તો શું થયું હશે…

Published on: 10:57 am, Sat, 23 July 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઘરમાંથી એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને એક રૂમમાંથી જીતેન્દ્ર વાલ્મિકી નામના વ્યક્તિ અને તેમના 4 વર્ષનો દીકરો ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે તેમની પત્ની અને દોઢ વર્ષની દીકરીનું મૃતદેહ જમીન પર પડેલું મળ્યું હતું.

આ સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર વાલ્મિકી એક શાળામાં સફાઈ કર્મચારી નું કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર સવારથી જ ઘરનો દરવાજો ખુલ્યો ન હતો તેથી પડોશી તપાસ કરી હતી, ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની છે. સમગ્ર ઘટનાને લઈને પડોશી એ જણાવ્યું કે, ગુરૂવારના રોજ રાત્રે જીતેન્દ્ર વાલ્મિકીના સાસુ ઘરે આવ્યા હતા.

ત્યારબાદ તેમની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો. પોલીસની ઘટના સ્થળેથી દારૂની બોટલ અને ગર્ભ નિરોધકની ગોળીના ખાલી રેપર મળી આવ્યા હતા. પોલીસે ચારેયના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. મકાનના માલિકે જણાવ્યું કે આઠ દિવસ પહેલા જીતેન્દ્ર વાલ્મિકી નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે અહીં ભાડે રહેવા માટે આવ્યું હતું.

જીતેન્દ્રના લગ્ન ચાર વર્ષ પહેલા 24 વર્ષે નિર્જલા નામની યુવતી સાથે થયા હતા. તેમને ચાર વર્ષનો દીકરો કુલદીપ અને અઢી વર્ષની દીકરી જાનવી છે. જીતેન્દ્રની ઘરની બાજુમાં તેનો મિત્ર રવિ ભાડે રહે છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સવારે જીતેન્દ્ર કામ પર ગયો ન હતો. બપોર સુધી ઘરનો દરવાજો ખુલ્યો ન હતો. શુક્રવારના રોજ સાંજે પડોશીઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

પડોસીઓને શંકા ગઈ તેથી તેમને ઘરની બારીમાંથી અંદર જોયું, ત્યારે અંદર જીતેન્દ્ર અને તેમના ચાર વર્ષના બાળકનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઉપરાંત તેમની પત્ની અને દીકરીનું મૃતદેહ જમીન પર પડેલું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પડોશીઓએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

આ કારણોસર જ જીતેન્દ્ર એ આ પગલું ભર્યું હશે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, સૌપ્રથમ જીતેન્દ્રએ પોતાની પત્નીનું દબાવીને તેનો જીવ લઈ લીધો હશે. માહિતી અનુસાર જીતેન્દ્રની પત્નીના મૃતદેહની પાસે નિરોધક ગોળીઓનું રેપર મળ્યું હતું. ત્યારબાદ જીતેન્દ્ર એ પોતાની દોઢ વર્ષની દીકરીનો જીવ લઈ લીધો હશે અને ચાર વર્ષના દીકરાને ફંદા પર લટકાવીને પોતે પણ ગળાફસો ખાઈ લીધો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક ઘરમાંથી મળ્યા 4 મૃતદેહ…! પત્ની અને માસુમ દિકરી-દીકરાનો જીવ લઈને, પતિએ ગળાફાંસો ખાઈ લીધો – જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*