ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક જીવ દુકાવવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક વ્યક્તિએ વિડીયો ઉતાર્યા બાદ સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુમાંતમ છવાઈ ગયો હતો. યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે, “હું કંટાળી ગયો છું, સોસાયટી કરું છું, તેની જવાબદાર મારી પત્ની રહેશે”.
મળતી માહિતી અનુસાર યુવક ફોન સાથે સાબરમતી નદીમાં કૂદી ગયો હતો. જેના કારણે ફોન ભીનો થઈ જવાના કારણે બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ફોન રીપેરીંગ કરવામાં આવ્યો ત્યારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવકની પત્ની સામે ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 9 ડિસેમ્બર 2016 ના રોજ અસારવા વિસ્તારમાં રહેતા કિરીટ દેવડાના લગ્ન સામાજિક રીતે રિવાજ મુજબ મંજુ રાઠોડ એ નામની યુવતી સાથે થયા હતા. ત્યારબાદ મંજૂરીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નના બે વર્ષ બાદ મંજુ પોતાના પિતા અને ભાઈની ચઢામણીએ આવી જતા પતિ અને સાસરીયા સાથે જ ઝઘડો કરતી હતી.
ઉપરાંત આર્થિક મદદ કરવા દબાણ કરતી હતી. સ્ત્રી તરફી કાયદા હોવાથી મંજુ કેશમાં પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. મળતી માહિતી અનુસાર 30 જુનના રોજ મંજુએ ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન કિરીટે પોતાની પત્ની મંજુને કહ્યું હતું કે, બહાર મારા માતા-પિતા છે એટલે ધીરેથી બોલ ત્યારે મંજુ ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ હતી અને સાવણી વડે પોતાના પતિ કિરીટ પર પ્રહાર કર્યા હતા.
તેથી પરિવારના સભ્યો ત્યાં આવ્યા હતા અને મંજુને સમજાવી હતી. પરંતુ તે કોઈની વાત માનવા તૈયાર જ ન હતી. ત્યારબાદ કિરીટે પોતાના સાળાને ફોન કરીને મંજુને લઈ જવાનું કહ્યું હતું. પરંતુ તેને સવારે આવીશ તેમ કહ્યું હતું. જેના કારણે કિરીટ બીજા દિવસે મંજુને તેના પિયરમાં મૂકી આવ્યો હતો. પરંતુ ત્યારબાદ કિરીટ ઘરે પાછો ફર્યો ન હતો.
કિરીટે વિડીયો બનાવીને સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બપોરના સમયે કિરીટ ના ભાઈ ના ફોનમાં ફોન આવ્યો હતો કે, કિરીટે નદીમાં પુદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. ત્યારબાદ કિરીટનું પરિવાર ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. જ્યાં કિરીટનું મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિ સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું – જુઓ સુસાઇડ પહેલાનો વિડીયો… pic.twitter.com/AWIHdqDhhM
— GUJJU ROCKZ (@gujju_rockz) August 5, 2022
કિરીટ નો મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું હતું. કિરીટ નો મોબાઇલ ભીનો થઈ જવાના કારણે બંધ થઈ ગયો હતો. પરંતુ રીપેરીંગ કરીને ફોન ચાલુ કરવામાં આવ્યો ત્યારે તેમાંથી આ વિડીયો મળી આવ્યો હતો. પોલીસે વીડિયોના આધારે કિરીટની પત્ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment