અમેરિકામાં હરિભક્તો સાથે દર્શને પહોંચેલા પ્રેમસ્વરૂપ સ્વામીનું અપમાન થતા, સ્વામીજીએ મંદિરની સામે રોડ પર કર્યું એવું કે…જુઓ વિડિયો

Published on: 11:45 am, Fri, 5 August 22

મિત્રો હરિધામ સોખડાનો વિવાદ આવે અમેરિકામાં પહોંચી ગયો છે. અમેરિકાના ન્યૂજર્સી સ્થિત હરિધામનું મુખ્ય મંદિર આવેલું છે. પ્રેમસ્વરૂપ સ્વામી અહીં હરિભક્તો સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીને પ્રવેશ આપવાની ચોક્કસ જૂથના લોકો દ્વારા ના પડાઈ હતી.

ત્યારબાદ પ્રેમસ્વરૂપ સ્વામીએ મંદિરની સામેના રોડ પરથી ભગવાનને દંડવત કર્યા હતા. હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલમાં ઘટનાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રેમસ્વરૂપ સ્વામીના હરિભક્તોનો આક્ષેપ છે કે, સોખડામાં બાઉન્સર્સ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરનારાં જૂથે પ્રેમ સ્વરૂપ સ્વામી અને હરિભક્તોને દર્શન કરતા અટકાવ્યા હતા.

પ્રેમસ્વરૂપ સ્વામી સંસ્થાના મુખ્ય મંદિર પર હરિભક્તો સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સામેના પક્ષના લોકો દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામીને મંદિરમાં પ્રવેશ આપવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. બ્રહ્મસ્વરૂપ હરીપ્રસાદ સ્વામીજી દ્વારા પ્રતિષ્ઠિત ઠાકોરજી હંમેશા પ્રેમસ્વરૂપ સ્વામીજી સાથે જ હોય છે.

હરિભક્તોનો આક્ષેપ છે કે, સામેના પક્ષના લોકો દ્વારા સંતોની સાથે ઠાકોરજીને પણ મંદિરમાં પ્રવેશ આપવાની ના પાડી હતી. પ્રેમસ્વરૂપ સ્વામીજીનું અપમાન થતા સ્વામીજી મંદિરના સામેના રોડ પરથી ભગવાનને દંડવત કર્યા હતા. હાલમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પ્રેમ સ્વામી જૂથ ન્યૂજર્સી યોગી ડિવાઈન સોસાયટીના મુખ્ય મંદિર પર કબજો જમાવવાનો પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ પ્રબોધ જૂથના ભક્તોએ કર્યો છે. હાલમાં આ ઘટના ચારેય બાજુ ખૂબ જ વાયુવેગથી ફેલાઈ રહી છે. આ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમેરિકામાં હરિભક્તો સાથે દર્શને પહોંચેલા પ્રેમસ્વરૂપ સ્વામીનું અપમાન થતા, સ્વામીજીએ મંદિરની સામે રોડ પર કર્યું એવું કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*