બે વર્ષનો માસુમ બાળક રમતો-રમતો અચાનક ગાયબ થઈ ગયો, પડોશીએ પાણીથી ભરેલા કુંડમાં બાળકનું મૃતદેહ જોયું – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 12:57 pm, Fri, 5 August 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં છઠ પૂજા માટે બનાવવામાં આવેલા કુંડમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. જેમાં ડૂબી જવાના કારણે બે વર્ષના માસુમ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે ગાજિયાબાદ લોની વિસ્તારમાં બની હતી.

માસુમ બાળક રમતો રમતો પાણીથી ભરેલા કુંડમાં પડી ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. માત્ર બે વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા બાળકના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. મૃત્યુ પામેલા બાળકના પિતાનું નામ ફરમાન છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યાની આસપાસ ફરમાનની દીકરી તેના નાના ભાઈ રિહાન સાથે રમી રહી હતી.

રમતા રમતા રિહાન છઠ પૂજાના કુંડ પાસે પહોંચી ગયો હતો. વરસાદના કારણે આ કુંડમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે અચાનક રિહાન કુંડની અંદર પડી ગયો અને પાણીમાં ડૂબી ગયો. રીહાન ન મળ્યું તેથી તેની બહેન ઘરે આવી ગઈ હતી. કલાકો બાદ પણ રિહાન ઘરે પરત ન આવ્યો તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

ત્યારે મોડી સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ પડોશીની નજર છઠના કુંડ પર ગઈ હતી. ત્યાં જઈને પડોશી એ જોયું તો તેમાં બાળકનું મૃતદેહ તરતું દેખાયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરંતુ બાળકના પરિવાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે વર્ષનો માસુમ બાળક રમતો-રમતો અચાનક ગાયબ થઈ ગયો, પડોશીએ પાણીથી ભરેલા કુંડમાં બાળકનું મૃતદેહ જોયું – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*