મિત્રો હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેનની ઝડપમાં આવી જતા પિતા અને ત્રણ દીકરીઓના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના આજરોજ સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે ચારેયના મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉજ્જૈન-નાગદા રેલવે ટ્રેક પર બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 35 વર્ષીયા રવિ પંચાલ, તેમની 12 વર્ષીયા અનામિકા, 8 વર્ષીય આરાધ્યા અને 7 વર્ષીય અનુષ્કાનું કરુણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, રવિ પંચાલ પોતાની દીકરીઓને સ્કૂલે લઈ જવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. રવિનું ગામ ઘટના સ્થળેથી લગભગ 12 કિલોમીટર દૂર છે. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટના સ્થળેથી રવિની બાઇક અને તેની દીકરીઓના સ્કૂલબેગ મળી આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને ટ્રેનના ચાલકે જણાવ્યું કે, આ ઘટના સવારે લગભગ 9.20 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેનના ચાલકે જણાવ્યું કે જ્યારે ટ્રેનનું થ્રુ સિગ્નલ હતું. નવી ખેરી પાસેથી પસાર થતી વખતે ટ્રેન સાથે કાંઈક અથડાયું હતું. તેના કારણે ટ્રેનના ચાલકે અચાનક ઇમરજન્સી બ્રેક લગાવી હતી.
ત્યારબાદ જોયું ત્યારે રેલ્વે ટ્રેક પર મૃતદેહ પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, ગેરકાયદેસર સંબંધોની સામે રવિએ પોતાની દીકરીઓ સાથે ટ્રેનની સામે કૂદીને જીવનને ટૂંકાવ્યું હશે તેવી આશંકાઓ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment