સમાચાર

પિતાએ ત્રણ બાળકો સાથે મંદિરમાં જઈને ઝેરી દવા પી લીધી… 4 વર્ષની માસુમ દીકરીનું રિબાઈ રિબાઈને મોત… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પત્ની ઘર છોડીને વહી જતા યુવકે શુક્રવારના રોજ બપોરના સમયે પોતાના પુત્ર, પુત્રી અને ભત્રીજી સાથે મંદિરમાં ઝેરી દવા પી લીધી હતી અને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ ચારેય ને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ દીકરીનું મોત થયું છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર 25 વર્ષનો ક્રિષ્ના નામનો વ્યક્તિ છેલ્લા ચાર પાંચ દિવસથી માનસિક રીતે પરેશાન હતો. શુક્રવારના રોજ બપોરના 2:00 વાગ્યાની આસપાસ તે પોતાના બે બાળકો વંશ, રુચિ અને ભત્રીજા વિનીતને લઈને મંદિરે ગયો હતો.

અહીં મંદિરમાં ચારેયે ઝેરી દવા પી લીધી હતી. વાતની જાણ થયા બાદ ચારેય ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 વર્ષની રુચિનું મોત થયું હતું. જ્યારે ક્રિષ્ના, વંશ અને વિનીતની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઘરેલુ ઝઘડાના કારણે યુવકે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ક્રિષ્ના અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા.

જેના કારણે 21 ઓક્ટોબરના રોજ તેની પત્ની ઘર મૂકીને જતી રહી હતી. પછી ક્રિષ્ના ખૂબ જ પરેશાન રહેતો હતો અને જેના કારણે તેને આ પગલું ભર્યું છે. તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *