અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી અલગ અલગ જગ્યાએથી મનુષ્યના અંગ મળી આવ્યા હતા. એક જ સરખી પોલીથીન બેગમાં મૃતદેહના ટુકડાઓ મળતા પોલીસની અલગ અલગ ટીમ કામગીરી ઉપર લાગી ગઈ હતી. ત્યારે આ ઘટનાનો એક મોટો ખુલાસો થયો છે. જેમાં દારૂ પીવાની પિતા અને પુત્ર વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. આ ઘટનામાં ગુસ્સામાં આવીને પિતાએ પોતાના જ સગા દીકરાનો જીવ લઈ લીધો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનાના ખૂબ જ મહત્વપૂર્ણ એવા ફૂટેજ હાથ લાગ્યા હતા. સીસીટીવી ફૂટેજ ઉપરથી આ સમગ્ર ઘટનાનો મોટો ખુલાસો થયો હતો. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોલીથીન બેગમાં ભરેલા પોતાના દીકરાના શરીરના અંગો દાદરા ઉતારીને એકટીવા પર લઈ જતો દેખાઈ રહ્યો છે.
મિત્રો આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા વાસણામાંથી એક વ્યક્તિનું ધટ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભાઈનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદના લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિનો હાથ અને પગ પોલીથીન બેગમાંથી મળી આવ્યા હતા.
આ સમગ્ર ઘટના બન્યા બાદ અમદાવાદની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ધડ અને હાથ-પગ એક જ વ્યક્તિના છે તેવી શંકા ના આધારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગે હતા. આ સીસીટીવી ફૂટેજ આંબાવાડી પાસેના એક મકાનના હતા.
આ સીસીટીવી ફૂટેજમાં એક વૃદ્ધ વ્યક્તિ દેખાયા હતા. આ વૃદ્ધ વ્યક્તિ રીટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એક વૃદ્ધ વ્યક્તિ શંકાસ્પદ વસ્તુ પોલીથીન બેગમાં લઈને સીડી ઉતરી રહ્યા છે. ત્યારબાદ પોલીથીન બેગ એકટીવામાં લઈ જતા જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસે એક્ટિવાના નંબરના આધારે શોધખોળ શરૂ કરી હતી.
નંબરના આધારે મળેલા સરનામા ઉપર પોલીસ પહોંચી ત્યારે માલિકે જણાવ્યું કે તેને એકટીવા વેચી દીધી છે. તેને એકટીવા આંબાવાડી ખાતે રહેતા એક વ્યક્તિને વેચી હતી. ત્યારબાદ પોલીસ આ વ્યક્તિના ઘરે પહોંચી હતી, ત્યારે ઘરની બહાર તાળું હતું. જ્યારે પોલીસે તાળું તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે ઘરની અંદરથી ધારદાર વસ્તુ મળી આવી હતી અને ઘરની અંદર રક્તના ડાઘા પણ જોવા મળ્યા હતા.
અમદાવાદમાં દારૂ પીવાની બાબતમાં ઝઘડો થતા પિતાએ દીકરાનો જીવ લઈ લીધો, દીકરાના મૃતદેહ સાથે કર્યું એવું કે તમે વિચાર્યું પણ નહીં હોય… pic.twitter.com/MRLt4TdMCp
— GUJJU ROCKZ (@gujju_rockz) July 24, 2022
તપાસ અનુસાર જાણવા મળ્યું કે આ મકાનમાં એક પિતા અને તેનો 25 વર્ષનો દીકરો રહેતા હતા. 25 વર્ષ એ દીકરો છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો ન હતો. અને પિતા પણ છેલ્લા ઘણા સમયથી દેખાયા ન હતા. હાલમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આરોપી પિતાએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment