ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવના કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાત લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે.
ખાસ કરીને સુરત અમદાવાદ અને રાજકોટમાં હાર્ટ એટેકના વધારે પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 48 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નિલેશભાઈ જેન્તીભાઈ જોશી હતું અને તેઓ ધોરાજી રેલવે સ્ટેશન નજીક એરિક એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. જાણવા મળી રહ્યું છે કે નિલેશભાઈનું ઊંઘમાં જ હૃદય બંધ થઈ ગયું હતું. આ કારણસર તેમનું મોત થયું છે.
નિલેશભાઈનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તેઓ ડ્રાઇવિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં બે બાળકો છે ઘટના બનતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નિલેશભાઈ પોતાના ઘરે સુતા હતા. આ દરમિયાન ઊંઘમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પછી તેઓ સવારે જાગ્યા જ નહીં. એટલા માટે પરિવારના સભ્યો નિલેશભાઈને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નિલેશભાઈના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ પહેલા પણ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં આવી ઘણી ઘટનાઓ બની ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment