બે દિવસ પહેલાં બનેલી એક દર્દનાક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વિડીયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. આ ઘટના બિહારના પાટનમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં એક પતિએ પિસ્તોલ વડે પોતાની પત્ની અને દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પિસ્તોલ વડે પોતાનો જીવ ટૂંકાવી લીધું.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ બપોરના સમયે બની હતી. વાયરલ થઇ રહેલા સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સૌપ્રથમ પોતાની દીકરીના માથા પર પિસ્તોલ વડે પ્રહાર કરે છે.
ત્યારબાદ પોતાની પત્ની પર પણ પિસ્તોલ વડે પ્રહાર કરે છે. ત્યારબાદ તે પોતાના પર પિસ્તોલ ચલાવીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ ઘટનામાં ત્રણેયના કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર રાજીવ કુમાર નામના વ્યક્તિની પહેલી પત્નીનું મૃત્યુ થયા બાદ તેણે પોતાની સાળી પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા.
રાજીવકુમાર એક બેરોજગાર હતો. લગ્ન બાદ રાજીવ કુમાર અને પ્રિયંકા વચ્ચે દિવસ થઈ ગયા હતા. પ્રિયંકા સચિવાલયમાં નોકરી કરતી હતી. રાજીવકુમારને સંસ્કૃતિ નામની એક દીકરી હતી જે પહેલી પત્ની હતી. રાજીવકુમાર અને પ્રિયંકાના ડિવોર્સ થઈ ગયા બાદ પ્રિયંકા પોતાની માતાની સાથે રહેતી હતી.
સંસ્કૃતિ પણ પ્રિયંકા સાથે રહેતી હતી. રાજીવ પોતાની દીકરી સંસ્કૃતિને પોતાની સાથે રાખવા ઇચ્છતો હતો. પરંતુ સંસ્કૃતિ પોતાના પિતા સાથે રહેવાનો ઇનકાર કરતી હતી. આ કારણોસર રાજીવ કુમારે આ પગલું ભર્યું હશે એવી માહિતી મળી રહે છે.
પિતાએ રસ્તાની વચ્ચોવચ પોતાની પત્ની અને દીકરીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પોતે પોતાનું જીવન ટુંકાવ્યું – જુઓ CCTV ફૂટેજ pic.twitter.com/HS8qt7P6rf
— GUJJU ROCKZ (@gujju_rockz) May 1, 2022
આ ઘટના ગુરૂવારના રોજ બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ IPS ઓફિસરના ઘરની બહાર બની હતી. આ ઘટના બનતા એ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના સ્થળે પોલીસ પોથી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment