ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ધાવા ગીર ગામમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. ધાવા ગીર ગામમાં પિતાએ જ પોતાની દીકરીની બલી ચડાવી હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ ઘટનાની જાણ બાદમીદાર દ્વારા મળી હતી.
જેમાં એક સગા બાપે પોતાની 14 વર્ષની લાડકી દીકરીની ચડાવી હોવાની આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. આ ઘટના બનતા આજે સમગ્ર પથકમાં સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઘટનાની સંપૂર્ણ તપાસ થયા બાદ ઘટનાની હકીકત બહાર આવશે.
મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારના પોલીસને બાતમી મળી હતી કે, અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના એક વ્યક્તિ રહે છે. જેઓ પહેલા સુરત રહેતા હતા અને છેલ્લા છ મહિનાથી તેઓ અહીં રહે છે. તેમની 14 વર્ષની માસુમ બાળકી ધોરણ-9માં અભ્યાસ કરે છે.
નવરાત્રિના આઠમા નોરતાના દિવસે રાત્રિના સમયે ભાવેશભાઈ પોતાની દીકરીની બલી ચડાવી હતી તેવી આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. આ સમગ્ર વાતની બાતમી પોલીસને થઈ હતી. બાતમી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ભાવેશભાઈ અખબારી ની વાડીએ પહોંચી આવી હતી.
અહીં તપાસ કરી ત્યારે વાડીમાં રહેલા શેરડીના વાડામાંથી બે બાચકા અને એક રાખ ભરેલી કોથળી મળી આવી છે. બાચકાની અંદર કપડાં અને રાખ મળી આવી હતી. અમુક શંકાસ્પદ વસ્તુઓ સિવાય પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ વાડીની તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, 14 વર્ષની માસુમ દીકરીની બલી ચડાવ્યા બાદ તેના મૃતદેહને ચાર દિવસ સુધી એક ગોદડાની અંદર વીંટાળીને મૂકી દેવામાં આવ્યું હતું. પરંતુ પરિવારના લોકોએ માસુમ દિકરીની ત્યારબાદ અંતિમ ક્રિયા પણ કરી નાખી હતી. આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પોલીસ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે. બાળકીના માતા પિતાની પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
એવું જાણવા મળી રહ્યું છે કે બાળકીના મૃત્યુ બાદ તેના મૃત દેને ચાર દિવસ સુધી સાચવવામાં આવ્યું હતું અને મંત્ર વિધિ દ્વાર બાળકીને જીવતી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં બાળકી જીવતી ન થતા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેવી માહિતી મળી રહે છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment