ગુજરાતની એક પણ શાળા ટોપ 10ની અંદર સ્થાન પામી શકી નથી જે દુઃખદ બાબત છે : ગોપાલ ઈટાલિયા

Published on: 11:41 am, Thu, 13 October 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ને સંબોધતા કહ્યું કે રાષ્ટ્રીય સર્વે જાહેર કરવામાં આવ્યો છે જેમાં 2022-23 ના વર્ષ માટે આખા દેશની શાળાઓ નો રેન્કિંગ સર્વે થયો હતો.આ સર્વે ની અંદર દેશની ટોપ ટેન શાળાઓ કઈ છે તેનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. એમાં પહેલા નંબર ઉપર બીજા નંબર ઉપર અને નવમા નંબર

ઉપર અને દસમાં નંબર ઉપર કુલ ચાર સ્થાન ઉપર દિલ્હીની સરકારી શાળાઓ ટોપ ટેન ની અંદર સ્થાન પામી છે. દેશ માટેની દિલ્હી માટે કરવાની બાબત છે કે ઈમાનદાર સરકારે શિક્ષણના વિષયમાં શાળાના વિષયમાં એટલું સારું કામ કર્યું કે દિલ્હીની સરકારી શાળાઓ દેશમાં નંબર વન ઉપર રેન્કિંગ સ્થાન પામી છે.આ સાથે દુઃખની વાત એ છે કે કહેવાતા મોડલ વિકાસ ની અંદર ગુજરાતની એક પણ શાળા ટોપ 10 ની અંદર સ્થાન પામી શકી નથી.

27 વર્ષથી જે લોકો વિકાસના વાયદા કરી રહ્યા છે એ જ લોકો શાળા એવી નથી બનાવી શક્યા છે નેશનલ રેન્ક ની અંદર ટોપ માં આવે અને હું અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તેમને શુભેચ્છા પાઠવી રહ્યો છું. આ તમામની મહેનતથી દેશની અંદર દિલ્હીની સરકારી શાળા નંબર વન ઉપર આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતની એક પણ શાળા ટોપ 10ની અંદર સ્થાન પામી શકી નથી જે દુઃખદ બાબત છે : ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*