પિતા-પુત્રએ એક સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

રાજકોટના જસદણમાં 28 ફેબ્રુઆરીના રોજ પિતા પુત્ર સાથે મળીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આજ ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઉપરાંત પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર પિતા-પુત્ર જસદણમાં રહીને હેર સલૂન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

મળતી માહિતી અનુસાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતા-પુત્રે પોતાનું જીવન ટુંકાવ્યું છે તેવી માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 52 વર્ષીય રમેશભાઈ દેસાભાઈ બડમલિયાએ પોતાના મોટા પુત્ર સતિષ સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

રમેશભાઈ 28 તારીખે પોતાના મોટા પુત્ર સતિષ સાથે ઘરેથી દુકાને જવા માટે નીકળ્યા હતા. પરંતુ પિતા-પુત્ર દુકાને ગયા નહીં. પરંતુ જસદણની કોઠી જવાના રસ્તે જઈ ત્યાં એક નાળા નીચે જઈને બંને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર રમેશભાઈ અને તેના પુત્ર એ ઝેરી દવા પીને રમેશભાઈ તેના મોટા ભાઈના દીકરા ને ફોન કરી ને જણાવ્યું હતું કે, હા આપણા છેલ્લા રામ રામ છે અને અમે ઝેરી દવા પી લીધી છે. આ ઘટનાની જાણ થતાં મોટા ભાઈ નો દીકરો મોટાભાઈ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

અને કાકા અને પુત્રને સારવાર માટે 108ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન રમેશ ભાઈ નું મૃત્યુ થયું હતું. રમેશભાઈના પુત્રને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું પણ કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને મોટા ભાઈના દીકરા નું કહેવું છે કે મારા કાકા અને તેના દીકરા એ વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*