ગોંડલની ઉમવાડા ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે 2 ટ્રેકટર અને બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર – 2 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:40 am, Fri, 4 March 22

ગોંડલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલના ઉમાવાળા ચોકડીએ પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે બે ટ્રેક્ટર અને એક બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિની હાલત ખુબ જ ગંભીર છે.

જેની સારવાર હાલમાં ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત દર્દીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે માર્કેટયાર્ડના ચેરમેન અને ડિરેક્ટર હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સારવારની તમામ જવાબદારીઓ પોતાના ખંભે ઉઠાવી લીધી હતી.

મળતી માહિતી અનુસાર ઉમવાળા ચોકડી પાસે ડુંગળી ભરીને પસાર થઈ રહેલા બે ટ્રેક્ટરની પુરપાટ ઝડપે થી આવી રહેલા ટ્રકે ટક્કર લગાવી હતી એટલું જ નહીં પરંતુ એક બાઇકને પણ ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઇક પર સવાર બાબુભાઈ ભીમજીભાઇ ચાવડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સૌપ્રથમ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ પણ મૃત્યુ થયું નથી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલની ઉમવાડા ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે 2 ટ્રેકટર અને બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર – 2 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*