ઉત્તર પ્રદેશ ના લખીમપુર ખીરી માં કાર ચડાવી દેવાથી ચાર ખેડૂતો અને એક પત્રકારનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ના પુત્ર આશિષ મિશ્રા નું નામ સામે આવી રહ્યું છે. ખેડૂતો આ ઘટનાના વિરોધમાં અને મંત્રી સામે કાર્યવાહીની માંગ સાથે આજરોજ રેલ રોકો આંદોલન કરશે.
સંયુકત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટ્રેનોને રોકવામાં આવશે. અમારી માંગણી છે કે માત્ર આશિષ મિશ્રા જ નહીં આ ઘટનામાં સામેલ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.
મંત્રી પદેથી અજય મિશ્રા ને હટાવી ને તેમની ધરપકડ કરવામાં આવે.સંયુકત કિસાન મોરચાએ અપીલ કરી છે કે રેલ રોકો આંદોલન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ અને કોઈપણ ટ્રેન કે મુસાફરોને નુકસાન નહીં પહોંચાડવામાં આવે. આંદોલનની અસર પંજાબ, ઉત્તરપ્રદેશ અને હરિયાણા તેમજ દિલ્હીમાં જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment