સુરતની કડોદરા GIDCમાં એક કંપનીમાં લાગી ભીષણ આગ, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 2 લોકોના મૃત્યુ…

Published on: 9:55 am, Mon, 18 October 21

સુરતની કડોદરા જીઆઈડીસી માં રિવા પ્રોસેસ નામની કંપનીમાં વહેલી સવારે અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીના બે કર્મચારીઓના વૃદ્ધ થયા છે. મળતી માહિતી અનુસાર આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને સવારમાં 4.30 વાગ્યે કોલ મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત તાત્કાલિક 108 પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર જ્યારે રિવા પ્રોસેસમાં આગ લાગી ત્યારે કંપનીની અંદર 200થી 300 જણા ફસાયા હોવાની વાત સામે આવી છે.

ઘટનાની જાણ થતાં સુરતની 25 થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ માં આગ લાગી હતી. પ્લાસ્ટિકની બેગ બનાવવા માટેના મટીરીયલ ને લઈને આગ ખૂબ જ ઉગ્ર બની ગઈ હતી.

આગ લાગવાના કારણે બિલ્ડિંગની અંદર અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે આગથી બચવા માટે કર્મચારીઓ બિલ્ડિંગના ધાબા પર પહોંચી ગયા હતા. ત્યારે એક કર્મચારી નીચે કૂદીને પડતા એનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત એક કર્મચારી બેઝમેન્ટ માંથી સળગી ગયેલો મળી આવ્યો હતો.

આ ઉપરાંત હાઈડ્રોજન ક્રેનની મદદથી 100-125 લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી છે. માહિતી અનુસાર એક વ્યક્તિ ભાગથી પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી નીચે કૂદકો મારે છે અને તેના કારણે તેનું મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર હાલમાં બિલ્ડિંગમાં લાગેલી 80 ટકા આગ પર કાબુ મેળવી લીધો છે.

આ સમગ્ર ઘટનાને લઇને સુરત ના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાને લઈને મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ સમાચાર મળ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે એમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને ત્યાં જતા લોકો હતા તે તમામના રેસ્કયુ કરી લેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!