ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આટલા હજાર ની મળશે સહાય, જાણો વિગતે.

Published on: 5:24 pm, Sun, 7 March 21

ખેડૂત પહેલા પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત બન્યા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા ઇચ્છતા હોય તેના માટે ખેતીવાડી શાખા દ્વારા આ વર્ષે ટ્રેક્ટર માટે યોજના બહાર પાડવામાં આવી છે.

ખેતીવાડી ખાતા દ્વારા આ વર્ષે ઇ ખેડૂત પોર્ટલ પર ખરીદવા ઇચ્છતા ખેડૂતો માટે સબસીડી સહાય યોજના 40 પીટીઓ હો.પો સુધી ખર્ચના 25% અથવા ₹45000 ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે.

તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર 40 પી ટી ઓ.હો.પા થી વધુ અને 60 પી ટી ઓ હો પા સુધી 25% અથવા ₹ 60,000 ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.ખેડૂતોને અરજી કરવાનો સમયગાળો 06/03/2021 થી 30/04/2021 સુધી છે.

દરેક ખેડૂતોએ પોતાના ગ્રામપંચાયતો કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ સહાય લેવા માટે 7/12 8 અ નું નકલ,આધારકાર્ડ ની નકલ,બેંક પાસબુક ની નકલ,અનુસુચિત જાતિ કે અનુસુચિત જન જાતિ ખેડૂત હોય.

તો જાતિના દાખલાની નકલ,અરજી કરેલ અરજીની પ્રિન્ટ પુરાવા તરીકે જોઈશે.ઉપર જણાવેલા અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.

ખેડૂતોની ટ્રેક્ટર ની અરજી સંબંધિત તાલુકાના કચેરીમાંથી પાત્રતા ધરાવતા. ખેડૂતોને ટેકટર ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં 60 દિવસમાં લાભાર્થીઓને ખેડૂતને અધિકૃત વિક્રેતા પાસેથી ટેકટર ખરીદવાનુ રહેશે.

ખેડૂત ને ટ્રેક્ટર ખરીદી કર્યા બાદ તેના દસ્તાવેજ સબંધિત માહિતી તાલુકા કચેરીમાં સમયસર રજૂ કરવાની રહેશે.જેમ કે ટ્રેક્ટર નું અસલી બિલ,વીમો,આરસી બુક ની નકલ,RTO તેમજ ટેક્ષ ભર્યાની પહોંચ.

કે બિલ સમય મર્યાદામાં ટ્રેક્ટર ની ખરીદી બાદ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યા પછી સબંધિત અધિકાર શ્રી દ્વારા યોગ્ય ચકાસણી કરી સહાયની રકમ ખેડૂતના ખાતામાં જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આટલા હજાર ની મળશે સહાય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*