બજારમાં કપાસની ઘણી માંગ છે જેના કારણે વેપારીઓ ખેડૂત પાસેથી મોટા પાયે કપાસની ખરીદી કરી રહ્યા છે. ભારે માંગના કારણે ખેડૂતોને દિવાળી પર ઊંચા ભાવની ભેટ મળી છે.
અનુમાન છે કે આગામી થોડા દિવસોમાં કપાસનો ભાવ દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે.ઓછું ઉત્પાદન અને વધતી માંગ વચ્ચે કપાસની ખરીદી માટે વે
પારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં હોય તેવો આ પ્રથમ વાર છે. નિરીક્ષકો કહે છે કે આ એક નવો ટ્રેન્ડ છે કે વેપારીઓ ખેડૂત પાસેથી કપાસ ખરીદવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.
તેઓનું માનવું છે કે આ એક સારી શરૂઆત છે. ખેડૂતોને તેનો ફાયદો મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી માંગ છે પરંતુ આ વખતે ઉત્પાદન અપેક્ષા મુજબ થયું નથી.
કપાસના વેપારીઓ કપાસ ખરીદવા માટે એકબીજાની વચ્ચે હરીફાઈ કરી રહ્યા છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ઓછી ઉપજ ને કારણે વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment