બે મહિના જેટલા સમય પૂર્ણ થવા આવ્યો ત્યારથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે.આ રેલી માટે દેશના 20 થીવધુ રાજ્યોના ખેડુતો ટ્રેકટર લઈને આવશે અને એક લાખ હેક્ટર રેલીમાં હાજરી આપશે એવી માહિતી વિશ્વસનીય સુત્રો દ્વારા મળી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે રચેલી ચાર સભ્યોની કમિટી પર પોતાનો વિશ્વાસ નથી એવું ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વાટા ઘાટ ના દસ તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે અને ખેડૂતો એક જ માંગણી કરી રહ્યા છે .
કે આ કાયદાઓને પાછા ખેંચી લેવામાં આવે.બીજી બાજુ સરકાર એ કહી દીધું કે કોઈપણ સંજોગોમાં આ કાયદાઓ રદ નહીં થાય અને 50 ટકાથી વધુ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટે હાથ ઊંચા કરી દીધા છે અને કહ્યુ કે પોલીસ પાસે અધિકાર છે.
કે કોઈને દિલ્હીમાં અવર-જવર માટે રોકે.ખેડૂતોના પ્રવક્તાએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસે મારી રેલીમાં 20 થી વધુ રાજ્યના ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને આવશે. દરેક ટ્રેક્ટર પર ચાર થી પાંચ ખેડૂતો બેઠા હશે
અને પાંચ હજારથી વધુ સ્વયંસેવકો વોકી ટોકી દ્વારા વ્યવસ્થા સંભાળશે.કોઈ વ્યક્તિ અટકચાળું ન કરે તેવી વ્યવસ્થા અમે કરી છે. આ સ્વયંસેવકો પાસે ફર્સ્ટ એડ નું બોક્સ પણ હશે. કોઈને નાની-મોટી ઇજા થાય તો આ ફર્સ્ટ એડ બોક્સ કામ લાગશે.
આ સ્વયંસેવકોએ લીલા રંગના જેકેટ પહેરી હશે જેથી તેઓ અન્ય કરતાં અલગ પડી શકે.સૌથી મહત્વની વાત એ છે કે ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે પતે ખેડૂત નેતાઓ માટે મોટો પડકાર રહેશે. થોડીક પણ હિંસા થાય.
તો છેલ્લા કેટલાક દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલું આંદોલન બદનામ થઈ જવાની પૂરી શક્યતા છે. ખેડૂત નેતા ઓએ એવો અણસાર આપ્યો હતો કે દિલ્હીના આઉટર રિંગરોડ પર અમારી ટ્રેક્ટર રેલી યોજાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment