“લાડલી” ભેંસનો દુઃખદ નિધન થતાં ખેડૂત પરિવારમાં માતમ છવાય… પરિવાર ભેંસના અંતિમ સંસ્કાર કર્યા અને આખા ગામને જમાડ્યું…

Published on: 11:59 am, Sat, 2 December 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક કિસ્સો સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઘટનામાં એક ખેડૂતે પોતાની લાડલી ભેંસનું મોત થતા વિધિ વિધાનો સાથે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

એટલો જ નહીં પરંતુ ભેંસની હસ્તીનું વિસર્જન કર્યું અને તેની પાછળ મૃત્યુ ભોજન નું પણ આયોજન કર્યું હતું. જેમાં તેમના સંબંધીઓ અને ગામના લોકોને આમંત્રણ આપ્યું હતું.

આ ઘટના હરિયાણાના ચરખી દાદરા જિલ્લામાંથી સામે આવી રહી છે. અહીં લગભગ 24 વર્ષથી ખેડૂત પરિવારની ત્રણ ત્રણ પેઢીઓને સંપત્તિ પ્રદાન કરનારી “લાડલી” ભેંસનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. પરિવારના સભ્યો ભેંસને લાડલી કરીને બોલાવતા હતા.

પરિવારની લાડલી ભેંસનું મોત થયા બાદ ધાર્મિક વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા. પછી ભેંસની હસ્તીઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને તેની પાછળ મૃત્યુ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભોજનમાં આવેલા લોકોને દેશી ઘી થી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. ખેડૂત પરિવારના તેમના પાલતુ પ્રશુ પ્રત્યેનો પ્રેમ જોઈને દરેક લોકો ભાવુક થઈ ગયા હતા અને હાલમાં જ્યાં જુઓ ત્યાં આ ખેડૂત પરિવારની જ ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "“લાડલી” ભેંસનો દુઃખદ નિધન થતાં ખેડૂત પરિવારમાં માતમ છવાય… પરિવાર ભેંસના અંતિમ સંસ્કાર કર્યા અને આખા ગામને જમાડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*