પાટણ(Patan): ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે મોત થવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો પાટણમાંથી સામે આવી રહ્યો છે. પાટણના હારીજમાં લગ્નની ખુશીઓ એક જ ઝટકામાં માતમમાં ફેરવાઈ ગઈ છે. મોડી રાત્રે પરિવારમાં હલ્દીની રસમ ચાલી રહી હતી,
આ દરમિયાન અચાનક જ ઘરના મોભી હસુમતીબેનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, હારીજના સિદ્ધિઓ રેસીડેન્સીમાં રહેતા પરિવારમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો.
ઘરના આંગણે લગ્ન હોવાના કારણે ચારેય બાજુ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને મહેમાનો એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે હલ્દી અને રાસ ગરબાનો પ્રસંગ ઘરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘરના મોભી હસુમતીબેનને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. લગ્નના દિવસે જ હાર્ટ એટેક આવવાના કારણે ઘરના મોભીનું મોત થતા લગ્નની ખુશીઓમાં માતમ ફેરવાઈ ગયો છે. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો ચોધાર આસુએ રડી પડ્યા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેક આવવાના કારણે આઠથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત આવી ઘટનાઓ વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પહેલા પણ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ક્રિકેટ રમતી વખતે અથવા તો ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment